Sunday, February 9, 2020

Sardguru sahaay karo ekvar re સદ્દગુરુ સહાય કરો એકવાર રે !

Sardguru sahaay karo ekvar re


સદ્દગુરુ સહાય કરો એકવાર રે !
મારો છે માનવનો અવતાર રે !

પથ્થર કરતા કઠણ હૈયું છે મારું રે !
તેમાં ગુરુજી નામ ના જાણ્યું તમારુ રે !

મારા તે મનની વાતો છે વાંકી રે !
સદ્દગુરુ એ પથ્થર નાખ્યા  છે ટાંકી રે !

પથ્થર ટાંકી મારગ મુક્તિ ના કીધારે !
તેમાં ગુરુ એ મંત્ર અમુલક દીધારે !

આતમ જ્ઞાન વિના ઘર સુના રે !
સગપણ શોધી ને કાઢજો જુના રે !

જીવતૂતો જાગી ને જોને અભાગી રે !
મુવા પછી મુક્તિ તે ક્યા થકી માંગી રે !

એવી છે દાસ હરિદાસ ની વાણી રે !
તેને તમે રૂદિયા મા રાખજો જાણી રે !

સદ્દગુરુ સહાય કરો એકવાર રે...

Gujarati Santvani Lyrics Android App Download





No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...