Enum Bhajan kari gaya das avtari
એનું ભજન કરી ગયા દસ અવતારી,
ઘટમાં આતમ રૂપ છે અપારી..
પાંચ તત્વ ને ત્રણ ગુણથી છે ન્યારુ,
એ પદ બાવન થી છે બહારી…ઘટમાં આતમ રૂપ છે...
ઓહમ સોહમ મુનિ ધ્યાન ધરત હૈ,
નીરખવા કાજે નિરાધારી…ઘટમાં આતમ રૂપ છે...
કોરા કોરા કાગળ કોણ તો ઉકેલે,
ભણેલાની મતિતો મુંઝાણી…ઘટમાં આતમ રૂપ છે...
તન-મન-ધન સદગુરુજી ને અર્પણ,
ગુરુજી બતાવે મોક્ષની બારી…ઘટમાં આતમ રૂપ છે...
કહેરે પ્રીતમ એક સદગુરુજી સાચા,
ગુરુજીએ શાન તો સમજાવી…ઘટમાં આતમ રૂપ છે...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment