Daya kari ne data, atlu dejo
દયા કરી દાતા, એટલું દેજો,
ચરણ ચાકરી તમારી..
હે ગુરુદેવ આટલી અરજ અમારી , આટલી અરજ અમારી
સત શબ્દનું સમરણ દેજો, ભાવ ભક્તિ રે તમારી - (૨)
મન મોટાને મારવા દેજો, જ્ઞાન ની કટારી..
હે ગુરુદેવ આટલી અરજ અમારી , આટલી અરજ અમારી
સાધુ સંતની રે સેવા દેજો, દેજો સંગત સારી - (૨)
ધીરજ ધ્યાન ને ધારણા દેજો વર્તી ન થાય વિકારી..
હે ગુરુદેવ આટલી અરજ અમારી , આટલી અરજ અમારી
નિર્મળ બુદ્ધિ ચિત્તની શુદ્ધિ, દેજો કરુણાકરી - (૨)
શ્વાસોશ્વાસ ની બંદગી દેજો, આઠેય પહોર અમારી..
હે ગુરુદેવ આટલી અરજ અમારી , આટલી અરજ અમારી
એકલ છો તમે દેવ દયાળુ, હું માંગણ છો મુરારી - (૨)
કહે કલ્યાણ ખીમ ને ચરણે, અકળ કળા તમારી
No comments:
Post a Comment