Sadguruna sabda vicharta
સદગુરુના શબ્દ વિચારતા,
ટળે મોહ માયા ને વિકાર... હરીરસ જે પીવે…
બાળી ભસ્મ કરે બીજ વાસના,
ઉર પ્રગટે પ્રેમ અપાર... હરીરસ જે પીવે…
એવો અજર અમીરસ જે પીએ,
તેના નેણ ને વેણ પલટાય... હરીરસ જે પીવે…
લાગી બ્રહ્મ ખુમારી ન ઉતરે,
તે સુખ મુખે કહ્યું નવજાય... હરીરસ જે પીવે…
તેને સંભવ નથી રે શરીરનો,
થયો આતમ દ્રષ્ટિ ઉઘાડ... હરીરસ જે પીવે…
મરજીવા થઈ હરિને જે મળે,
ગાળે જ્ઞાન હિમાળે હાડ... હરીરસ જે પીવે…
બ્રહ્મ ધ્યાન ગગનવત થઈ રહે,
જેમ કુંભ મહાજળ માંહી... હરીરસ જે પીવે…
કૃષ્ણ પોતામાં પોતે શ્રીકૃષ્ણમાં,
કૃષ્ણ વિના ન દીસે કાય... હરીરસ જે પીવે…
જેમ સરિતા સાગરમાં જઈ ભળે,
તેનું નામ નદી મટી જાય... હરીરસ જે પીવે…
કહે પ્રીતમ સદગુરુ સેવતા,
ટળે અંતર એકરસ થાય... હરીરસ જે પીવે…
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment