Ram sabhama ame ramva ne gyata
રામ સભામાં અમે રમવા ને ગ્યાતા
પસલી ભરીને રસ પાયો, હરિનો રસ પુરણ પાયો..
પહેલો પિયાલો મારા સદગુરૂએ પાયો,
બીજા પિયાલે થઈશું ઘેલી, હરિનો રસ પુરણ પાયો..
ત્રીજો પિયાલો મારા રોમ રોમ વ્યાપ્યો,
ચોથા પિયાલે ચકમચૂર, હરિનો રસ પુરણ પાયો..
રસ બસ એકરૂપ થઇ ને રશિયાની સાથે,
વાત ન સુઝે બીજી વાટ, હરિનો રસ પુરણ પાયો..
અખંડ એવા તણ મારા સદગુરૂએ દીધાં
અખંડ સૌભાગી અમને કીધાં, હરિનો રસ પુરણ પાયો..
બ્રહ્મસ્વરૂપ મારી નજરે ના આવે,
તે પ્રભુ મારા મંદિરીયામાં માલે, હરિનો રસ પુરણ પાયો..
ભલે મળ્યા રે નરસિંહ મહેતાના સ્વામી
દાસી પરમ સુખ પામી, હરિનો રસ પુરણ પાયો..
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment