Nyara nyara swami naitya rame che
ન્યારા ન્યારા સ્વામી નિત્ય રમે છે,
એમનો નુગરા સુજાણે મરમ… ન્યારા ન્યારા સ્વામી…
સખી રે સર્વેની દોરી છે એના હાથમાં,
દોરે દેખો ને એમના દેદાર… ન્યારા ન્યારા સ્વામી…
સખી રે તીરથ જઈએ ત્યાં આગળ તે ચાલે,
એ તો રહે છે સર્વેની પાસ... ન્યારા ન્યારા સ્વામી…
સખી રે પાંચ તત્વ એમને ના કહીએ,
નવલિંગ વાસના જેમને ના હોય… ન્યારા ન્યારા સ્વામી…
સખીરે અવગણ્યા ગણ્યા માં ના આવે,
એતો અવગણ્યા રહે છે અલગ… ન્યારા ન્યારા સ્વામી…
સખી રે પિંડ બ્રહ્માંડની પાર છે,
ત્યાં છે અલખ પુરુષનો મુકામ… ન્યારા ન્યારા સ્વામી…
બહુ ભણ્યા તે ભુલાય એમના ભેદ ને,
પોથી વાંચતા ન આવે પાર ...ન્યારા ન્યારા સ્વામી…
મર્મ જાણ્યા વિના ની માળા ફેરવે,
મન તો મૂંઝાણું મણકા ની માય… ન્યારા ન્યારા સ્વામી…
શાન સમજ્યા વિના નું સાધન શું કરે,
સત ને ઓળખ્યા વિના કલ્યાણ ના હોય… ન્યારા ન્યારા સ્વામી…
સંતો ગુરુ લખીરામ ની શાનમાં,
જયરામ ઝુક્તિથી ભેળા લેવાય… ન્યારા ન્યારા સ્વામી
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment