Sunday, February 9, 2020

Sadhu purusano sang o bhai mane bhagye malyo che સાધુ પુરુષનો સંગ ઓ ભાઈ મને ભાગ્યે મળ્યો છે,

Sadhu purusano sang o bhai mane bhagye malyo che

સાધુ પુરુષનો સંગ ઓ ભાઈ મને ભાગ્યે મળ્યો છે,
ભાગ્યે મળ્યો છે મારા કર્મે લખ્યો છે...સાધુ પુરુષ નો સંગ…

સાધુ પુરુષનો સંગજો કરીએ તો,
ચડાવે ચો ધારો રંગ…ઓ ભાઇ અમને ભાગ્યે મળ્યો છે..

દૂરીજન લોકોનો સંગ જો કરીએ તો,
પાડે ભજનમાં ભંગ…ઓ ભાઇ અમને ભાગ્યે મળ્યો છે...

નિંદાના કરનારા નર્કે જાશે,
ભોગવશે થઈને ભોરિંગ …ઓ ભાઇ અમને ભાગ્યે મળ્યો છે...

અડસઠ તીરથ મારા સંતોના ચરણે,
કોટી કાશીને કોટી ગંગ… ઓ ભાઇ અમને ભાગ્યે મળ્યો છે...

બાઈ મીરા કહે પ્રભુ ગિરિધરના ગુણ,
ઉડીને લાગ્યો મારે અંગ… ઓ ભાઇ અમને ભાગ્યે મળ્યો છે...

Gujarati Santvani Lyrics Android App Download






No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...