રેહો સદગુરુ દીન-દયાળ મારી લેજો તમે સંભાળ
મુજને જાણે તમારો બાળ મારી લેજો તમે સંભાળ
સાચી ટકોર કરતા રહેજો,
ભૂલચૂક મારી જરૂર કહેજો,
પાણી પહેલા બાંધી લોને પાળ.. મારી લેજો તમે સંભાળ..
મુજ અંધાની તમે છો આખો,
મારા જીવન ની તમે છો પાંખો,
શત્રુ પોઠે પડે વિકરાળ.. મારી લેજો તમે સંભાળ..
જીવન દીધું આપને સોપી,
મંગળ કરજો હૈયે ચાપી,
જો જો થાય ના વાંકો વાળ.. મારી લેજો તમે સંભાળ..
આપ વિના મારુ કોઈ નથી બેલી,
પ્રાર્થના કરું છું હું તો બનીને ઘેલી,
બાબુ કેરા અંતરની વરાળ.. મારી લેજો તમે સંભાળ..
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment