Mara Aangania ajvalu re
મારા આંગણીએ અજવાળું રે,
રૂડુ હદય સિંહાસન ઢાળું રે,
ગુરુ મૂર્તિને પ્રેમે નિહાળું રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
સાચી મુર્તી ગુરુજીની જોઈ રે,
આધિ-વ્યાધિ ઉપાધી ને ખોઈ રે,
જોઈ આનંદ મૂર્તિ માં મોહી,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
પ્રેમ-પુષ્પ લઈને વધાવું રે,
ચરણ રજ માં શીશ નમાવું રે,
ગુરુ-ગોવિંદ નાં ગુણ ગાવું,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
મેંતો અંતર પટને ઉઘાડયું રે,
વહેમ-ભેદ નું કાશળ કાઢ્યું રે,
કામ-ક્રોધ નું મૂળ ઉખાડ્યું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ઊંચ-નીચ કઈ નવ જાણું રે,
શત્રુ-મિત્ર નાં ગુણ ને વખાણું રે,
નાત-જાતનું ભેદ ભગાવું,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
ગુરુ આદિ-અનાદિ-અનામી રે,
એતો નામી ને અંતરયામી રે,
જોઈ-જોઈ મહાસુખ પામી રે,
ગુરુજી મારે આંગણે તો પધાર્યા રે....
મને સદ્દગુરુ સાચા મળીયા રે,
મહા-આનંદી ને મહાબળીયા રે,
દાસ સતાર ના શામળીયા રે,
ગુરુજી મારા આંગણે તો પધાર્યા રે....
No comments:
Post a Comment