Mara sadguru vahela padharjo
મારા સદગુરુ વહેલા પધારજો,
તમે લેજો સેવકની સંભાળ... મારા સદ્દગુરૂ વહેલા…
હું તો ઉંચે ચઢું રે આસમાનમાં,
હું તો જોઉં મારા સદગુરુની વાટ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી સંસારમાં સગુ મારે કોઈ નથી,
મારા તમ સાથે બાંધેલા પ્રાણ ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી મારા ઘર વિષે નથી ગમતુ,
શૂની શેરીઓ ખાવા ધાય ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી રાતદિવસ જોતા વાટડી,
નેણે વહે છે આંસુડાની ધાર... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી જળ વિના તલસે જેમ માછલી,
એવાં તલસે છે મારા મન ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી છીપ સમુદ્રમાં ઉછરે,
સ્વાતિ બુંદ લેવાને કાજ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી મણિ વીના ફણી બેહાલ છે,
મારી ગઈ છે સૂધ અને શાન ... મારા સદ્દગુરૂ વહેલા…
તમારા દર્શન કરવાથી દુઃખ જાય છે,
સુરજ ઉગે અંધારું મટી જાય ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી આજે સપનું મુજને આવીયુ,
આવી ઊભા છો મારી પાસ ... મારા સદ્દગુરૂ વહેલા…
ગુરુજી પ્રતીતિની રીતી શું કહીએ,
મારા મસ્તકે મુકેલો હાથ ... મારા સદ્દગુરૂ વહેલા…
સંતો ગુરુ લખીરામની શાનમાં,
જયરામ દર્ષ્યા નિજ દેદાર ... મારા સદ્દગુરૂ વહેલા…
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment