Mathe kopi rahyo che kal re
માથે કોપી રહ્યો છે કાળ રે,
ઊંઘ તને કેમ આવે ,
પાણી પહેલા બાંધી લેને પાળ રે... ઊંઘ તને કેમ આવે...
નથી એક ઘડીનો નિરાધાર રે ... ઊંઘ તને કેમ આવે...
આતો સપના જેવો સંસાર રે ... ઊંઘ તને કેમ આવે...
અલ્યા એળે ગયો અવતાર રે... ઊંઘ તને કેમ આવે...
તારા માથે છે જમનો માર રે... ઊંઘ તને કેમ આવે...
તારા મનનું ધાર્યું થાશે ધુળ રે... ઊંઘ તને કેમ આવે...
ચાર તોલની મણમાં ભુલ રે... ઊંઘ તને કેમ આવે…
કરી આવ્યો છે ગર્ભમાં કોલ રે ... ઊંઘ તને કેમ આવે...
થોલ આવેલું થાય છે કથોલ રે ... ઊંઘ તને કેમ આવે...
જોત જોતામાં આયુષ્ય ઘટી જાયરે ... ઊંઘ તને કેમ આવે...
તારા ડહાપણમા લાગી લાય રે ... ઊંઘ તને કેમ આવે...
આરે આવેલું બુડશે જહાજ રે ... ઊંઘ તને કેમ આવે...
તારા કાજે કહે છે ઋષિરાજ રે... ઊંઘ તને કેમ આવે...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment