Wednesday, February 26, 2020

Manva keshav keshav bol, hardyna bhave bhave re મનવા કેશવ કેશવ બોલ , હૃદયના ભાવે ભાવે રે ...

Manva keshav keshav bol, hardyna bhave bhave re


મનવા કેશવ કેશવ બોલ , હૃદયના ભાવે ભાવે રે ...
એ તો બોલ ઘણો અણમોલ, કોઈ એની તોલે ના આવે રે,

લીલા કેશવ ની બહુ ન્યારી , એને જાણવી મનથી ભારી,
એને જાણિ શકે ના સંસારી, હૃદયના ભાવે ભાવે રે ...

ભાવે સ્નેહ વળગી રહીએ , કેશવ રાહે ડગલા ભરીએ,
ડગલે ડગલે નિર્મળ થઈએ, હૃદયના ભાવે ભાવે રે ...

કેશવ સાર ગીતાનો કહાવે, ભક્તિ જ્ઞાન કર્મ સમજાવે,
બંધન માયાના છોડાવે , હૃદયના ભાવે ભાવે રે …

ભાવે કરુણા કેસવ કરશે , ત્રિવિધા તાપો તનના હરશે,
હેતે મન મિત આવી મળશે, હૃદયના ભાવે ભાવે રે ...

કેશવ ઘાટ અઘાટે વસિયા, પ્રેમે પ્રગટ બોલે રસિયા ,
વ્હાલો પ્રાણ અમારે વસિયા, હૃદયના ભાવે ભાવે રે...
Gujarati Santvani Lyrics Android App Download




No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...