Guru no mahima che aprampar
ગુરુ નો મહિમા છે અપરંપાર,
વેદો જેના વખાણ કરે..
બ્રમા વિષ્ણુજી જેવા રે,
ગુરુજી ના ધ્યાન ધરે..
રામ કૃષ્ણજી જેવા રે,
ગુરુજી નાં જાપ જપે..
જીવ તું ક્યાથી રે આવ્યો રે,
ક્યારે જવાનો હશે..
અમરાપુર નો રેહવાસી રે,
ભવસાગર માં ભૂલો પડયો..
દાસ મનહર ની વાણી રે,
રુદિયા માં તમે લેજો જાણી..
ગુરુ નો મહિમા છે અપરંપાર,
વેદો જેના વખાણ કરે..
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment