જોગીડા તે જાદુ કીધા રે અલખ જોગી,
જીવડાને બાંધી દીધા રે અલખ જોગી,
વેસ ઝાઝા રાત થોડી, જાણી બંધન નાખ્યું તોડી,
તારાથી મેં પ્રીતિ જોડી રે... અલખ જોગી જોગીડા તે….
જાગીને મે ભીતર જોયું, હું ને મારું સર્વે ખોયું,
તુજ પર એક મન મોહ્યુ રે... અલખ જોગી જોગીડા તે….
જ્યારે જોયું ત્યાં તને જોતી, છોને દુનિયા ધોતી રોતી,
મારા મનના મોંઘા મોતી રે... અલખ જોગી જોગીડા તે….
દાસ શંકર ના સ્વામી વ્હાલા, ભાવે ભેટીયા નંદલાલા,
જપુ તારી હરદમ માલા રે... અલખ જોગી જોગીડા તે….
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment