Hu to aa chali bharvane pani
હું તો આ ચાલી ભરવાને પાણી,
અમને બોલાવે સદગુરુ જ્ઞાની..
છોડી પિયરને ચાલી સાસરિયે સાસરિયે,
એમાં શરમ મને શાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
પિયુ વિના તો બેની ઘડીના ચાલે ના ચાલે,
મારી જાતી રહે છે જુવાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
ઇંગલા પિંગલાનો મારગ છોડી રે છોડી
સુક્ષમણા વાટે જવાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
ગગન મંડળમા બેની ઉન્મુખ કુવા રે કુવા,
ત્યાં અમૃત ભર્યા છે પાણી પાણી... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
અધર તખત પર મારા સદગુરુ બિરાજે બિરાજે,
અમને એવી મળી છે એંધાણી ... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
દાસ સતારને ગુરુ અનવર મળીયારે મળીયા,
વાતો સમજાવે છાની છાની... અમને બોલાવે સદગુરૂ જ્ઞાની…
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment