Na jave fal na jove re
ના જાવે ફળ ના જાવે રે,
સંત સેવા ના ફળ ના જાવે રે જી…
આવન જાવન કાઈ ના જાણું,
કાંચળી ઉતારી સર્પ બીજી આવે.. સંત સેવા ના ફળ…
ગગન મંડળ માં મારા સદ્દગુરૂ બેઠાં,
શાન કરીને સમજાવે સમજાવે.. સંત સેવા ના ફળ…
પ્રેમ નો પિયાલો મારા સદ્દગુરૂ પાયો,
એવીના બીજું ના ભાવે ના ભાવે.. સંત સેવા ના ફળ …
તન મન ધન મારા સદ્દગુરૂ ને અર્પણ,
અવગુણ છોડાવી સંતો ચરણો માં લાવે લાવે.. સંત સેવા ના ફળ..
કહે રવિ રામ ગુરૂ ભાણ પ્રતાપે,
દાસી જીવણ તમારા ગુણ લારે ગાવે ગાવે.. સંત સેવા ના ફળ.
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment