Avsar nahi male re, Avsar nahi male re
અવસર નહીં મળે રે, અવસર નહીં મળે રે..
કોઈ ભક્તિ ભાવ થી કરજો.
આ મનુષ્ય દેહ નો અવસર મળીયો, કિંમત એની કરજો,
આ રતન પ્રદારથ હાથ લાગ્યો(૨),
પારખ થઈ ને પરખજો ...અવસર નહી…
સાચ જુઠ નો કરે નિવેડો એવા, સંતના ચરણે રે જો,
આ જુઠી માંનદી સરવે કાપી ને (૨),
વસ્તુ સાચી સઘરજો… અવસર નહી…
સાચા સંત ના સંગમા રહીને , સતસંગ પ્રેમથી કરજો,
આ નિજાત્મ સ્વરૂપ નક્કી કરીને (૨),
અખંડ આનંદ કરજો…અવસર નહી…
સદગુરૂ સાચા સંત મળેતો, ધારણ હ્રદયમા ધરજો,
આ દાસ કેશવ ગુરુ ખુશાલ દાસ ચરણે (૨),
અવિચળ પદમા ભળજો… અવસર નહી…
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment