Hansa gaiti guruji na desh ma
હંસા ગઈતી ગુરુજી ના દેશમા
જ્યા છે જળહળ જ્યોતી પ્રકાશ
અગમ ધેર જઈ ચડી
હંસા ગઈતી ગુરુજી
હંસા અલખ ને જોતા થઈ આંઘણી
તુત્યા જન્મ મરણ ના ફંદ
અગમ ઘેર જઈ ચડી
હંસા પાગડી થતા પરવત હુ ચડી
બૈહરી થાતા સુણ્યા બ્રહ્મ નાદ
અગમ ધેર જઈ ચડી
હંસા હાથ રે વિના મેરુ તોળીયા
જીભ વિના ચાખ્યા મે પ્રસાદ
અગમ ઘેર જઈ ચડી
હંસા હુ ને મારૂ ના હવન ક્યાઁ
હવે થઈ મારા હૈયા મા હાસ
અગમ ઘેર જઈ ચડી
હંસા "શંકર"મસ્ત સ્વરૂપ મા
હવે કહો ને મારૂ કોની હોય આસ
અગમ ઘેર જઈ ચડી
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment