Dekhanda koi a dil may, jhananana,jhananana,jhana jalri vage
દેખંદા કોઈ આ દિલ માંય, ઝણણણ, ઝણણણ, ઝણ ઝાલરી વાગે
બોલે બોલાવે સબ ઘટ બોલે, સબ ઘટમાં તો રહ્યો સમાય,
જિયાં જેવો તિયાં તેવો, થીર કરી થાના ડીય ઠેરાય ... ઝણણણ
નવે દરવાજા નવી રમતકા, દશમે મોહોલે ઓ દેખાય,
ઓઈ મહેલમાં મેરમ બોલે, આયું ત્યાગે ઓ ઘર જાય ... ઝણણણ
તાંત તાંત વિણ તુંબે, વિનાં રે મુખે મોરલી બજાય,
વિનાં દાંડીયે નોબત વાગે, એસા હે કોઈ વા ઘર જાય ... ઝણણણ
ઓઈ દુકાને દડ દડ વાગે, કર વીન વાજાં અહોનિશ વાય,
વિનાં આરીસે આપાં સૂજે, વિનાં દીપકે જ્યોત જલાય ... ઝણણણ
જાય અંપા સો ઘર નાંય, ચંદ સૂર ત્યાં પોચત નાંય,
સૂસમ ટેકથી સો ઘર જાય, આપ આપ ને દિયે ઓળખાય ... ઝણણણ
અખર અજીતા અરજ સુણજે, અરજ સુણજે એક અવાજ,
દાસી જીવણ ભીમ ને ચરણે, મુજરો માનો ગરીબ નવાજ ... ઝણણણ
Gujarati Santvani Lyrics Android App Download |
સુપર
ReplyDelete