Jene Lagi lagni guruna namni re
જેને લાગી લગની ગુરૂના નામની રે
મૃગજળ જેવી આશા શું કામની રે
જેને લાગી લગની...
જેને સદગુરુ સાચા સંત મળિયા રે
તેના ફેરા જનમ મરણના ટળીયા રે
જેને લાગી લગની...
ઓહંગ સોહંગ તણી ધૂન જાગી રે
સુરતા ગુરૂની શાને લાગી રે
જેને લાગી લગની...
સુરતા એ સુક્ષ્મણા રોજ બિછાવી રે
આતમ અનુભવ જ્યોત જગાવી રે
જેને લાગી લગની...
વાજા વિધ વિધ ના વાગીયા રે
એના પુરવના પૂન જાગીયાં રે
જેને લાગી લગની...
ગુરૂ ખુશાલદાસ મળ્યા સોહાગી રે
દાસ કેશવની ભાવત ભાગી રે
No comments:
Post a Comment