Aavjo Aavjo mara deshio re
આવજો આવજો મારા દેશીઓ રે,
આવજો સંતોને દરબાર,આવજો સદગુરુને દરબાર...આવજો આવજો મારા...
આપણે પૂર્વ જનમની પ્રીતડી રે,
સદગુરૂએ ઓળખાવી આપણી જાત (2)...આવજો આવજો મારા...
દેશીઓ મળે જો આપણા દેશના રે,
કરીએ સદગુરુના દેશની વાત (2)...આવજો આવજો મારા…
સાચાં સગાં છે મારા સંતજનો રે,
બાકી સ્વાર્થનો આ સંસાર (2)...આવજો આવજો મારા...
સોહમ શબદની રે સાથમાં રે,
નૂરત સૂરત નાં બાંધજો એકતાર (2)...આવજો આવજો મારા...
શ્વાસે ઉશ્વાસે સમરણ કરીએ રે,
સદગુરુના શબદની રે સાથ (2)...આવજો આવજો મારા...
ગુરુ ખુશાલદાસ ભેટતાં રે,
દાસને કરાવ્યો દેશઓનો સંગાથ (2)...આવજો આવજો મારા...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment