Aare asarma jene sadguru sevya
આરે અવસરમાં જેને સદગુરૂ સેવ્યા,
વસ્તુ તો દેહમાં બતાવી રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
ઓહમ સોહમ શબ્દ નાભિથી ઊલટે,
શુન્ય શિખર ગઢ જાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
એકવીસ હજાર છસો શ્વાસા રે ચાલે,
જાપ અજંપા કેવાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
અનહદ વાજા વાગે ગગન મંડળમાં,
ઘોર શબદ ત્યા થાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
પરા પસ્યતી ને મધ્યમા વેખરી,
મધ્યમા માં ઘાટ ઘડાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
જાગ્રત સ્વપ્ન સુસુપ્તિ ને તુરીયા,
ઉનમતી એ ઓળખાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
ચન્દ્ર સૂરજ દોનો એકઘર લાવે,
જેવુ જોએ તેવું થાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
સંત સમાગમ જેને હોય રે વલીડા,
વાદ વિવાદ મટી જાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
કહે રે પ્રીતમ નિજ નામ જપીલો,
હરિ ભજતાં હરીમાં સમાય રે.. સોહગી લાલ.. આરે અવસરમાં ...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment