Bhave bhajo sad guruji nu nam
ભાવે ભજો સદ્ ગુરુજી નુ નામ
ઘટોઘટ બોલે આતમ રામ
સોહમ દોરી સર્વેમાં સરખી,
ઠાલો નથી કોઈ ઠામ,
હું હરી માં ને હરી છે મારામાં,
જપાવે નિરંતર નામ...ઘટોઘટ બોલે આતમરામ ..
મૂળ શબ્દનો અર્થ સમજી ને શોધો આતમરામ,
ક્યાં થી આવ્યોને ક્યાં રે જવાનો,
એ મૂળ શોધોને મૂકામ ,ઘટોઘટ બોલે આતમરામ ..
મન વચનને કર્મ કસીને શોધો આતમરામ,
મોહ રે જાળના સ્વપ્ના સમાવી,
જપો ને નિરંતર નામ ...ધટોધટ બોલે આતમરામ..
સદ્ ગુરુ સાચા સંત મળે તો
ઓળખાવે અખંઙ ધામ,
ખુશાલ દાસને અંતરે આનંદ,
ભાસે જૂઠી માયા તમામ.., ઘટોઘટ બોલે આતમરામ..
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment