Sunday, February 23, 2020

Saadhan kariye jo saheje tariye jo સાધન કરીયે જો સહેજે તરીયે જો

Saadhan kariye jo saheje tariye jo

સાધન કરીયે જો સહેજે તરીયે જો
ભજનમાં ભળીયે જો.. સહેજે તરીયે જો…
 
રવિ રંગ રમીયે દેહને દમીયે, ધ્યાન ધણીનું ધરીયે,
સતી થઈ ફરીયે જો.. સહેજે તરીયે જો…

સોમવારે સેવા કરીયે, ડગમગ ડગલાં ભરીયે,
સામાપુર ચઢીયે જો.. સહેજે તરીયે જો…

મંગળવારે મંગળ ગાવો, થતા પાપ અટકાવો,
જ્ઞાનમાં ગળીયે જો.. સહેજે તરીયે જો…

શુદ્ધ બુધે બુધ્ધિના બાળા, મેલો કપટના ચાળા,
વચનમાં પડીયે જો.. સહેજે તરીયે જો…

ગુરુગુણ ગાવો સદા સુખ પાવો, જમના તે મારા બચાવો,
નિર્ભય થઈ ફરયે જો.. સહેજે તરીયે જો…

શુક્રવારે સાધન સાધો, પ્રેમ ની ગાંઠો બાંધો
અખંડ વર વરીયે જો.. સહેજે તરીયે જો…

રહેણીમાં રહીયે શનિ શુભ કહીયે, નવખંડ ડંકા દઈયે,
ભક્તિમાં ભળીયે જો.. સહેજે તરીયે જો…

સાત શુન પર સાહેબ મેરા, અજર અમર પર ડેરા,
શાન્તિમાં ઠરીયે જો.. સહેજે તરીયે જો…

મુકુંદ કબીરા દયા ના દરિયા, અજર-અમર પર ડેરા,
માણેકદાસ પઢીયા જો.. સહેજે તરીયે જો…

Gujarati Santvani Lyrics Android App Download






No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...