Bhajan ek ram nam nu kariye re
ભજન એક રામ નામનું કરીયે રે,
ભાવેથી ભવસાગર તરીયે રે, ભજન એક…
ભજન છે ભક્તિ કેરુ અંગ (૨)
નવ છોડીયે સાધુ સંતોનો સંગ, ભજન એક…
કે હરિનામ રટતા હરદમ રહીયે (૨)
સદગુરુજી ના સમરણ નીત નીત કરીયે, ભજન એક…
સંસાર ના સુખ સગળા છે વિનાસી (૨)
દુઃખ દર્દ થી છોડાવે અવિનાસી, ભજન એક…
માયાના બંધન થી રે છોડાવે (૨)
કર્મ ના બંધન થી રે છોડાવે
તાપ સુનતાપ પાપ ને ભગાવે, ભજન એક…
ભાવેથી પંડિત હરીગુણ ગાવે (૨)
ગુરૂ રાયમલ ચરણે શીશ નમાવે, ભજન એક…
No comments:
Post a Comment