એવા સદભાગી ક્યાં હોય રે,
સંત-સમાગમ જેને સાંપડે ,
જેનાં દર્શનથી દુઃખ જાય રે,
સંત-સમાગમ જેને સાંપડે…
અમૃત ઝરતી વાણી ઉચરે,
સત્સંગ કરતાં અંતર ઠારે,
એમની આંખોમાં પ્રેમ છલકાય રે.. સંત સમાગમ...
કામનાને અહંકાર ને ત્યાગે,
આશા મમતા આવે નહિ અંગે,
એતો જ્ઞાનગંગા માં નિત્ય ન્હાય રે.. સંત-સમાગમ…
ચંચળ મન ને વારે વારે રોકે,
નિંદા પ્રસંગે કાન ના ધરે,
એ તો કડવા વચન ખમી ખાય રે.. સંત-સમાગમ…
માલ ખજાના ની પરવા ન રાખે,
પ્રાણ સાટે પણ અસત્ય ના બોલે,
એતો દુખિયા ના દુઃખડે દુભાય રે.. સંત-સમાગમ…
પુરણ વિચારી પગલા માંડે,
વિકટ વેળા એ ટેક ના છોડે,
No comments:
Post a Comment