Hraday ma jo tapasine chupayelo khajano che
હ્રદયમાં જો તપાસીને છુપાયેલો ખજાનો છે,
લઈ લે સદગુરુ થી જ્ઞાન, એનો ભેદ છાનો છે..
પ્રભુ છે કોણ ને તું કોણ છે, જ્ઞાની વિચારી જો,
હતો તું ક્યાં વડી આવ્યો છે, ક્યાં ને ક્યાં જવાનો છે..
હજી છે હાથમાં બાજી, ઓ જીવાડા જો જરા જાગી,
ધરીને ધ્યાન ઘટમાં જો, મળ્યો અવશર મજાનો છે..
કળી નો દોર ચાલે છે, જગતમાં જામે નાસ્તિકતા,
અનેરા કાળ નો આરંભ, દુનિયામાં થવાનો છે..
ગુરુ થી જ્ઞાન લઇ સતભેદને, સતાર શાહ સમજો,
મનુષ્યનો દેહ મળ્યો મોંઘો, અનુભવ પામવાનો છે.
Gujarati Santvani Lyrics Android App Download |