Jagma mota mota chor ji
જગમાં મોટા મોટા ચોર જી
ઈતો ચોરી કરે ચારેકોર
બ્રહ્માજીએ વાછરૂ ચોરયા
એને જબરૂ કિધું જોર
રાવણ ચોરે સિતાજી ને
ઈતો હરખે હરામખોર
સઘર રાયનો અશ્વ ચોરયો
તેદી ઈન્દ્રે કરી અંધ ધોળા
ટીટોડી ના ઈંડા ચોર્યા
તેદી સાગર કરતો સોર
સુર્ય દેવતા આખાં જગને ચોરે
એનો દેખું નઈ ક્યાંય દોર
વાલમિક જેવા ચોરી કરતા
સાંજ સવાર ને બપોર
જેસલ જગનો ચોરટો
એને કોણ કહે કમજોર
કારીગર ને ચોર કેતા
ઓલ્યા વેપારી ચોર ના ચોર
તન ચોરે કોઈ મન ને ચોરે
કોઈ ચોરે કલેજા ની કોર
પુરષોત્તમ કહે નાથ મારો
ઓલ્યો મોહન માખણ ચોર
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment