આજે આનંદ મારે આજે આનંદ,
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ..
સંતોની શાનમાં, ભક્તિ રસપાન મા,
રહેવું ગુલતાન માં, ગળી જવું જ્ઞાન માં,
મૂકી દે મનના ખોટા રે ફંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ
સંતોના સંગમાં,રહેવું ઉમંગમાં,
પૂરેપૂરા રંગમાં, ભક્તિના રંગ માં,
છોડી દે જગતના જુઠા રે ફંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ
ભક્તિ છે ભાવની, અંતે છે કામની,
નથી ખોટા દાવની, છે અમરધામની
આઠેય પહોર મારે આનંદ આનંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ
વાતો નથી નાસની, નથી કોઈ ત્રાસ ની
ગુરુ ખુશાલ દાસની, આશા કેશવ દાસની
No comments:
Post a Comment