Guruji daya kari ne vahla avjo
ગુરુજી દયા કરી ને વહેલા આવજો,
દર્શન દેજો દીનદયાળ.. ગુરુજી વહેલા આવજો..
ગુરૂજી તમો વિના નથી ગોઠતું,
શુના મંદિર ખાવા ધાય.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી ગીતા નું જ્ઞાન સુણાવતા,
પાતા અમૃત કેરા પાન.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી તમો વિના મારુ કોઈ નથી,
તમે માતા ને તમે છો પિતા.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી મને પોતાનો તમે જણીયો,
હવે કેમ તરછોડો આ બાળ.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી કામ-ક્રોધ શત્રુ કારમાં,
લોભ લાલચે ગયો લોભાઈ.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી મૃગજળ
પીવાને દોડતો,
હારી થાકીને આવ્યો છું આજ.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી વૃક્ષ વીંટાઈ જેમ વેલડી,
એવા ગુરુજી અમારા મન.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી ભર દરિયે મારી નાવડી,
તેને ઉતારો ભવસાગર પાર.. ગુરુજી વહેલા આવજો..
ગુરુજી દાસ શંકરની વિનંતી,
No comments:
Post a Comment