Santkrupa thi chute maya, kaaya nirmal thy jone
સંતકૃપા થી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને…
શ્વાસ ઉચ્છવાસે સમરણ કરતાં, પાંચે પાતક જાય જોને…
કેસરી કેરા નાદે નાશ, કોટી કુંજર જુથ જોને…
હીમંત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને…
અગ્નિને ઉઘઇ ના લાગે, મહમણિને મેલ જોને…
અપાર સિંધુ મહાજળ ઊંડા, મર્મિ ને મન સહેલ જોને…
બાજીગર ની બાજી એતો, જંબુરો સૌ જાણે જોને…
હરિની માયા મહાબળવંતી, સંત નજરમાં નાણે જોને…
સંત સેવતાં સુકીત વાધે, સહેજે સિધે કાજ જોને…
No comments:
Post a Comment