પ્રથમ સમરું સદગુરૂ દેવા તમે છો પર ઉપકારી રે હે જી
અખંડ અવિચળ ધામ ના વાસી ,
નામ તણી બલિહારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
અધમ ઓધારણ નામ તમારું અખંડ આનંદકારી રે હે જી
નોંધારાના આધાર ગુરૂ મારા,
ભાવટ ભાગો અમારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
પૂર્વ જનમની પ્રીત બંધાણી શરણે આવ્યો છું તમારી હે જી
જેવો તેવો પણ દાસ તમારો
હવે ના મુકો વિસારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
ભવસાગરમાં ભય ઘણેરો મોટા મોટા ગયા હારી રે હે જી
બાનાની પત રાખો ગુરૂજી મારા,
લાજ ના જાય અમારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
ચૌદલોક સુધી આવાગમન છે નથી ઉગરવાની બારી રે હે જી
બ્રહ્મા વિષ્ણુ શંકર જેવાને,
હરાવી બેઠી એક નારી રે, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
ગુરૂ ખુશાલદાસ દયા કરીને બાળકને લેજો ઉગારી હે જી
દો કર જોડી દાસ કેશવ વિનવે,
ભવસાગરથી લ્યો તારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment