Ramto jogi re kyathi avyo
રમતો જોગી રે કયાંથી આવ્યો
આવી મારી નગરીમાં અલખ જગાવ્યો રે
વેરાગળ હું તો બની
કાચી કેરી રે આંબા કેરી ડાળે
હેજી એની રક્ષા રે કરે કોયલ રાણી રે
વેરાગળ હું તો બની
કોરી ગાગર રે ઠંડા એના પાણી
હેજી એના પાણીલા ભરે નંદ કેરી રાણી
વેરાગળ હું તો બની
કાને કુંડળ રે બાવો જટાધારી
હેજી એને નમણું કરે નર ને નારી રે
વેરાગળ હું તો બની
બોલ્યા બોલ્યા રે લીરલબાઈ
હેજી મારા સાધુડા અમરાપુરમાં માલે રે
વેરાવળ હું તો બની
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment