Harino marag che surano, nahi kayarnu kam jone
હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.
સુત વિરા દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને.
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.
મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને.
તીરે ઊભે જુએ તમાસો, તે કોડી નવ પામે જેને.
પ્રેમ પંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જેને.
માંહી પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.
માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને.
મહા પદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.
રામઅમલમાં રાતામાતા, પૂરા પ્રેમી જન જેને,
No comments:
Post a Comment