Aadi re Aanadi guru mara anubhavi
આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી
આજે મારા આંગણિયે આવ્યા
પારખ હોય તો પારખો
વાતો અનાદિની લાવ્યા.... આદિ રે અનાદિ....
ડંકો દીધો રે ઉન દેશમાં
મન મેવાસીને માર્યો
બહાર ભીતર એક ભાવ જો
એ છે દેવાધિ દેવા.... આદિ રે અનાદિ....
ઉતર દિશાથી ગુરુ મારા આવીયા
અમરાપુરના રહેવાશી
જગતની સામે જોતા નથી
એતો નિર્ગુણ નિવાસી.... આદિ રે અનાદિ....
ભાઈ બાના પહેરીને ઘણાં ફરે
એમાં અનુભવી થોડા
સમજ્યા નહિ ગુરુની શાનમાં
જેવા પ્રજાપતિના ઘોડા.... આદિ રે અનાદિ....
રે ભાઈ ગગન મંડળ કેરા ગોખમાં
નિર્ભય નોબતો વાગે
ભાથી રમે રંગ મહોલમાં
ધૂનતો ગગનમાં ગાજે.... આદિ રે અનાદિ....
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment