Saddaguru malya sant sujana
સદ્દગુરૂ મળ્યા સંત સુજાણ
મારી ટળી ગઇ છે તાણા તાણ ... સદગુરૂ
અનેક યોનિ આથડ્યો અનેક જન્મથી અજાણ રે
જૂઠી વસ્તુને સાચી માની તેની કરાવી જાણ . . . સદગુરૂ
મળ વિક્ષેપને આવરણ થકી બન્યો હું અજ્ઞાન રે
વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ થકી સારી કરાવી જાણ . . . સદ્દગુરૂ
બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ વેદ વદે છે પુરાણ
સાચા સદગુરૂ ભેટ્યા વિના કોણ કરાવે ઓળખાણ . . . . સદ્દગુરૂ
સદ્દગુરૂ ખુશાલદાસ મળિયા માર્યા છે શબ્દનાં બાણ
દાસ કેશવ પર દયા કરીને સાચી આપી છે શાન . . . . સદ્દગુરૂ
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment