Bhitar no bheru maro Aatmo khovayo ne
ભીતર નો ભેરૂ મારો આત્મો ખોવાયો ને
મારગ નો ચીંધનારો ભોમિયો ખોવાયો
એ વાટે રે વિસામો લેતા જોયો હોયતો કેજો
એના રે વિના મારો આત્મો રે તરસે
આંખ રે છતાં મારી આખું છે આંધળી
મારા રે સમંદરીયા નો હંસલો ખોવાયો
એ સમંદર માં તરતો કોઈએ
જોયો હોય તો કેજો
દલડું રૂધાયુ મારૂં મનડું રૂધાયુ
તાર તુટ્યો ને મારૂં ભજન નંદવાયુ
કપરી આંધીમાં મારો દિવળો ઝંખાયો
એ આછો રે ઝબૂકતો કોઈએ
જોયો હોય તો કેજો
No comments:
Post a Comment