Bhulyo re man bhamra tu kya bhamyo
ભૂલ્યો રે મન ભમરા તું કયાં ભમ્યો,
ભમ્યો દિવસને રાત
માયાનો બાંધેલો આ પ્રાણીયો
સમજ્યો નહિ શુભ વાત… ભૂલ્યો રે મન ભમરા…
કુંભ રે કાચો કાયા ઝાંઝરી,
જોય ને કરો જતન,
અને રાખો રૂડુ રટણ… ભૂલ્યો રે મન ભમરા…
કોનાં છોરું ને કોનાં વાછરું
કોનાં માને રે બાપ
અંતકાળે જાવું જીવને એકલા
સાથે પૂણ્ય ને પાપ… ભૂલ્યો રે મન ભમરા…
જે ઘેર નોબત વાગતી,
રૂડા છત્રીસ રાગ
ખંડેર થઇને ખાલી પડયા,
કાળા ઉડે છે કાગ… ભૂલ્યો રે મન ભમરા…
જીવની આશા ડુંગર જેવડી,
મરણ પગલાંની હેઠ
મોટા મોટા મરી ચાલિયા,
લાખો લખપતિ શેઠ… ભૂલ્યો રે મન ભમરા…
ઊલટી નદી રે પૂર ઊલટા,
જાવું સામી રે પાળ
આગળ નીર નહિ મળે,
જે જોઇએ તે લેજો સાથ… ભૂલ્યો રે મન ભમરા…
સકર્મે સતવસ્તુ વહોરજો,
ઇશ્વર સમરણ સાથ
કબીર જુહારીને નીકળ્યા,
લેખાં સાહેબને હાથ… ભૂલ્યો રે મન ભમરા…
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment