Wednesday, March 4, 2020

Hari ne bhajta haji koini laj jata nathi jani re હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;

Hari ne bhajta haji koini laj jata nathi jani re

હરિને ભજતાં હજી કોઇની લાજ જતાં નથી જાણી રે;
જેની સુરતા શામળિયા સાથ, વદે વેદવાણી રે ... હરિને ભજતાં વહાલે ઊગાર્યો પ્રહલાદ, હરણાકંસ માર્યો રે;
વિભીષણને આપ્યું રાજ્ય, રાવણ સંહાર્યો રે ... હરિને ભજતાં વહાલે નરસિંહ મહેતાને હાર, હાથોહાથ આપ્યો રે; ધ્રુવને આપ્યું અવિચલ રાજ, પોતાનો કરી સ્થાપ્યો રે ... હરિને ભજતાં વહાલે મીરાં તે બાઇનાં ઝેર હળાહળ પીધાં રે; પાંચાળીનાં પૂર્યા ચીર, પાંડવ કામ કીધાં રે ... હરિને ભજતાં આવો હરિ ભજવાનો લ્હાવો, ભજન કોઇ કરશે રે; કર જોડી કહે પ્રેમળદાસ, ભક્તોનાં દુઃખ હરશે રે ... હરિને ભજતાં

Gujarati Santvani Lyrics Android App Download






No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...