Tuesday, March 3, 2020

Talu re khule gurugam kunhi vade pan kholvani gam jo pade.... Talu re..... તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...

Talu re khule gurugam kunhi vade pan kholvani gam jo pade.... Talu re.....

તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...

ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જડે
રગ રગ માંહી ભયા અજવાળા હેજી નોબત નગારા ગળ ગળે...તાળું રે ખુલે...

સૂક્ષ્મ છે બારી અતિ સૂક્ષ્મ છે જાળી ભેદી પૂરો પાર પળે
પવન પંથે જો કરે રે પિયાના હેજી નુરત સુરત લઈ ચડે....તાળું...

ઓહમ સોહમ જાપ જપેથી રામ હી દ્રષ્ટિ પડે
રામ હી દર્શએ ને રામ હી સ્પર્શે સહજ સમાધિ વડે...તાળું...

ગુરુગમ સહેલી આનંદ હેલી જ્ઞાને ગગન મે ચડે
રણછોડ સમજે શાન માં શાણા મૂરખ મતી સાંપડે....તાળું...
Gujarati Santvani Lyrics Android App Download






No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...