વંદન કરીએ ગુરુજી તમને શીષ નમાવીને,
તમને શીષ નમાવી ગુરુજી, તમને શીષ નમાવી ને.. વંદન કરીએ..
આપે પધારી, મારા શોભાવ્યા સહુ ભાવિને ગુરુજી -(૨)
શોભાવ્યા સહુ ભાવિને.. વંદન કરીએ..
સેવક જનને સુખ કરો છો, મનના સઘળા મેલ હરો છો,
જ્ઞાન હૃદયમાં આપ વસો છો, શાંતિ આપો છો,
સૌ ના તાપ સમાવી ને.. વંદન કરીએ..
પુણ્ય અમારા કામ ના લાગ્યા, આપે આવી સંકટ કાપ્યા,
અમે મોહ નિદ્રા થી જાગ્યા, શોભાવો સદગુરુ અમને,
ભક્તિ સાઝ સજાવી ને ગુરુજી, ભક્તિ સાઝ સજાવીને.. વંદન કરીએ..
હું છું પાપી પામર પ્રાણી, લોભી ને વળી ક્રોધી રે,
ગુરુજી તમે ના થશો વિરોધી, સેવકને ચરણોમાં ગુરૂજી,
લેજો વારી વારીને.. વંદન કરીએ..
સદગુરુ સ્વામી અંતર્યામી, ગરૂડા ગામી છો બહુ નામી,
ગુરુજી તમને કહું શીષ નમાવી,
વારે વારે ગુરુજી દર્શન દેજો આવીને,
No comments:
Post a Comment