Sant samaagam bhulso na bhai
સંત સમાગમ ભૂલશો ના ભાઈ
અંત વેળાની છે સાચી સગાઇ
તે માટે સદા સેવો સંતને રે ...
જનમ મરણના દુઃખ દેશે ટાળી
વહેતી વૃત્તિઓ તારી લેશે વાળી
ઉઘાડી આપશે મોક્ષની બારી
તે માટે સદા સેવો સંતને રે...
જીવના રે પારખુ સંત ઝવેરી
ગુણકારી આપશે જ્ઞાનની ગોળી
મૂળ-વાસનાને નાખશે બાળી
તે માટે સદા સેવો સંતને રે...
સંત સોદાગર સત્તના છે બેલી
જ્ઞાન રટણની આપશે થેલી
પ્રેમ-પટારામાં દેજો રે મેલી
તે માટે સદા સેવો સંતને રે...
હરિના કર્યા જીવાં નરકે સિધાવ્યા
સંતે સદ્ બોધ આપી પાછા રે વાળ્યા
કરણી કરાવીને લાવ્યા કિનારે
તે માટે સદા સેવો સંતને રે...
બીજાનું કહી કહી બહાર કાઢી નાખે
હૃદયે રટણ જરા નવ રાખે
રહેણી વિના અંતે ધૂળ જ ફાકે
તે માટે સદા સેવો સંતને રે...
ઉપરના દાંત ગુલાબના ગોટા
ભીતર દાંત લોઢાના છે ખૂંટા
રામ-રાવણના ઝગડા છે ખોટા
તે માટે સદા સેવો સંતને રે...
ચાર વેદની છે ચોરાશી છે પાકી
નવમણ સૂતર ગૂંચાય હું તો થાકી
પાંચમા વેદની મુક્તિ મેં માંગી
તે માટે સદા સેવો સંતને રે...
માણેકદાસ સેવા નવ તજીયે
મુકુન્દ કબીરને નિશદિન ભજીયે
જ્ઞાન-વૈરાગ્યના શણગાર સજીયે
તે માટે સદા સેવો સંતને રે...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment