Jeere vira sawra re madlma
જીરે વિરા સવરા રે મંડળમાં
આવો ને મુનિવર આપણે મળીએ રે
જીરે વિરા મન કરમ વચને માન ને મેલો તો
ગત રે ગંગામાં જઈ ભણીએ રે
જીરે વિરા ભક્તિ નો મારગ કોઈ
મોટા મુનિવર જાણે મરમાર્થ ના ઈ પુરા રે
જીરે વિરા સરળે રે આવે એને અભય પદ આપે
જીરે વિરા નકલંક રૂપે નામ છે ગુરૂનુ
અગમ તળી ગમ આપે રે
જીરે વિરા ક્રુપા રે કરે તો કરોળ જનમ ના
બંધ રે કરમ ના છોણાવે રે
જીરે વિરા સાત સાત સાયર ને અળસઠ તિર્થ
બિજ રે બરોબર ન આવે રે
જીરે વિરા પ્રથમ પાર્વતી શિવજી ને પુછે
એનો અમને અચરજ આવે રે
જીરે વિરા અનભે દાતા અને અનભે ભગતા
અનભે અલખ ને આરાધ્યો રે
જીરે વિરા શિલદાસ કહે સવરા રે મંડપમાં
લખ રે અલખ ને આરાધ્યો રે
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment