Satsang viman avyu santona manma bhavyu
સતસંગ વિમાન આવ્યું સંતોના મનમાં ભાવ્યું
મારા હરિજન આવોને વિમાન બેસવા
તમે ઝટ તૈયાર થઈ આવો
કોઈના રોકયાના રોકાવો....મારા હરિજન....
તમે આવો વહેલા વહેલા
જઈ બેસો સૌના પહેલા....મારા હરિજન....
આવ્યું સૌને લેવા
ના રહેશો કોઈને કહેવા....મારા હરિજન....
આવો નરનારી
વિમાનની બલિહારી....મારા હરિજન...
સતસંગ સૌને તારે
ના કોઈને પાછા વારે....મારા હરિજન....
પુણ્યવાળા પહેલાચડશે
પાપીઓ પાછા પડશે મારા હરિજન...
એ જાય સૂર સપાટે
કાયરની છાતી ફાટે....મારા હરિજન....
એ જાય એ જાય કેવું
જેમ શીતળ ચંદ્ર જેવું....મારા હરિજન....
ફરતું લાડેકોડે
જમરાજા હાથ જોડે....મારા હરિજન....
પેટમાં પાણીના હાલે
જઈ અમરાપુરમાં મ્હાલે....મારા હરિજન....
ગુરુ કબીર સમજાવે
No comments:
Post a Comment