Eva sadbhagi kya hoy re
એવા સદભાગી કયાં હોય રે,
સંત સમાગમ જેને સાંપડે
જેના દર્શનથી દુઃખ જાય રે,
સંત સમાગમ જેને સાંપડે
અમૃત ઝરતી વાણી ઉચરે,
સતસંગ કરતાં અંતર ઠારે
એમની આંખોમાં પ્રેમ છલકાય રે, સંત સમાગમ…
કામના ને અહંકારને ત્યાગે,
આશા મમતા આવે નહિ અંગે,
એ તો જ્ઞાનગંગામાં નિત્ય ન્હાય રે. સંત સમાગમ…
ચંચળ મનને વારે વારે રોકે,
નિંદા પ્રસંગે કાને ના ધરે,
ને એ તો કડવાં વચન ખમી ખાય રે, સંત સમાગમ…
ને માલ-ખજાનાની પરવા ના રાખે,
પ્રાણ સારે પણ અસત્ય ન બોલે
એ તો દુઃખિયાના દુખડે દૂભાય રે, સંત સમાગમ…
પૂરણ વિચારી પગલાં માંડે,
વિકટ વેળા એ ટેક ના તોડે,
No comments:
Post a Comment