vadee re maylo leelo leelo ganjo re ganjo
વાડી રે માયલો લીલો લીલો ગાંજો રે ગાંજો,
ગાંજે કર્યા છે ઘેલા તુર વારી જાંઉ.
વાડી રે માંયલો...
જોગી ભી પીવે કોઈં ભોગી ભી પીવે,
કોઈં પીવે ને હોશીયાર વારી જાંઉ.
વાડી રે માંયલો...
ઢોલ નગારા ને રૂડી નોબતું રેં વાગે,
બંસરી વાગે ઘેલી તુર વારી જાંઉ.
વાડી રે માંયલો...
મેંના બોલે પછી પોપટ બોલે બોલે,
વન માં બોલે જીણા મોર વારી જાંઉ.
વાડી રે માંયલો...
નીત નીત ગુણલાં તેરાં ગાવે મથુરાં,
પ્યાલો પીધો ભરપુર વારી જાંઉ.
વાડી રે માંયલો...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment