Monday, March 9, 2020

Achl vachan koi dii chale nahi, te to ahonish gale bhale vanmay અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય

Achl vachan koi dii chale nahi, te to ahonish gale bhale vanmay

અચળ વચન કોઈ દિ’ ચળે નહિ, તે તો અહોનિશ ગાળે ભલે વનમાંય
સદ્દગુરુ સાનમાં પરિપૂરણ સમજીયાં, તેને અહંભાવ આવે નહિ મનમાં.
અચળ વચન કોઈ દિ...

શરીર પડે પણ વચન ચૂકે નહિ, ગુરુજીના વેચ્યા તે તો વેચાય
બ્રહ્માદિક આવીને મરને લિયે પરીક્ષા, પણ બીજો બોધ નો ઠેરાય…
અચળ વચન કોઈ દિ...

મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ ! વચન પાળવું સાંગો પાંગ
ત્રિવિધીના તાપમાં જગત બળે છે, તેનો નહિ લાગે તમને ડાઘ…
અચળ વચન કોઈ દિ...

ભાઈ રે ! જીવન્મુક્તિની દશા પ્રગટશે, હાણ ને લાભ મટી જાય
આશા ને તૃષ્ણા એકે નહિ ઉરમાં, પૂરણ નિજારી ઈ કહેવાય…
અચળ વચન કોઈ દિ...

દ્રઢતા રાખો તો એવી રીતે રાખજો, જેથી રીઝે નકળંક રાય
ગંગાસતી એમ બોલિયાં, તેને નહિ માયા કેરી છાંય…
અચળ વચન કોઈ દિ...

Gujarati Santvani Lyrics Android App Download






No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...