Tuesday, December 29, 2020

Friday, December 25, 2020

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत। अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥


 

यदा यदा हि धर्मस्य ग्लानिर्भवति भारत।
अभ्युत्थानमधर्मस्य तदात्मानं सृजाम्यहम्॥

परित्राणाय साधूनां विनाशाय च दुष्कृताम्।
धर्मसंस्थापनार्थाय सम्भवामि युगे युगे॥
 

સર્વે સંતો ને ભગવદ્ ગીતા જયંતિની શુભેચ્છાઓ...🙏 


Tuesday, December 22, 2020

યા દેવી સર્વભૂતેષુ, દયારૂપેણ સંસ્થિતા નામસ્તસ્યૈ નામસ્તસ્યૈ નામસ્તસ્યૈ નમોં નમઃ

Masik Durgashtami Wish


યા દેવી સર્વભૂતેષુ, દયારૂપેણ સંસ્થિતા
નામસ્તસ્યૈ નામસ્તસ્યૈ નામસ્તસ્યૈ નમોં નમઃ
 

🙏આપ સૌને GUARATI SANTVANI તરફથી માસિક દુર્ગાષ્ટમીની હાર્દિક શુભેચ્છાઓ🙏

Saturday, December 19, 2020

પોથી પઢી પઢી જગ મૂઆ,પંડિત ભયા ના કોય ઢાઈ આખર પ્રેમ કા,પઢે સો પંડિત હોય...

Sant Kabir Saakhi

 પોથી પઢી પઢી જગ મૂઆ,પંડિત ભયા ના કોય 

 ઢાઈ આખર પ્રેમ કા,પઢે સો પંડિત હોય...

 -સતગુરુ કબીર

Friday, December 18, 2020

वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा। निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा॥

 


Vinayaki Chaturthi
 
                                           वक्रतुण्ड महाकाय सूर्य कोटी समप्रभा।
                                           निर्विघ्नं कुरु मे देव सर्व-कार्येशु सर्वदा॥
 
આપ સૌને GUJARTI SANTVANI તરફથી વિનાયકી ચતુર્થી ની હાર્દિક શુભકામના.                                               

Sunday, July 5, 2020

દરેક સંતો ને ગુરૂ પૂર્ણિમા ની શુભકામના | Guru Poonam | Guru Purnima


Gujarati Santvani Gurupurnima

ગુરૂ ગોવિંદ દોનો ખડે , કિસ્કું લાગુ પાય
બલિહારી ગુરુદેવ આપકી, ગોવિંદ દિયો દિખાય 
 

ગુરૂ બિન જ્ઞાન ન ઉપજે , ગુરૂ બિન મિલે ન મોક્ષ 
ગુરૂ બિન લખે ન સત્ય કો , ગુરૂ બિન મીટે ન દોષ


દરેક સંતો ને ગુરૂ પૂર્ણિમા ની શુભકામના 
આજે તા. ૦૫-જુલાઈ-૨૦૨૦ ,  અષાઢ સુદ - ૧૫ રવિવાર (ગુરૂ પૂનમ)


Friday, May 1, 2020

જય જય ગરવી ગુજરાત

Gujarat sthapna diwas Gujarati Santvani Lyrics
માં , માતૃભાષા અને માતૃભુમી નું ઋણ ચુકવવું કયારેય સહેલું નથી . આજે ૦૧-૦૫-૨૦૨૦ ના દિવસ ને ગુજરાત સ્થપના દિવસ તરીકે ઉજવીએ છીએ 
આજ ના આ દિવસ ની દરેક ગુજરાતી બંધુ ને તેમજ સંતવાણી ના સંતો ને GUAJRATI SANTVANI તરફ થી  હાર્દિક શુભેચ્છા .

JAY JAY GARVI GUJARAT |
Gujarat Sthapna Diwas ni shubhkamana 

Gujarati Santvani Lyrics, Bhajan Lyrics




Thursday, April 30, 2020

Satguru kabir ki vani satynam ki kahe kahani સતગુરુ કબીર કી વાણી સત્યનામ કી કહે કહાની

Satguru kabir ki vani satynam ki kahe kahani


સતગુરુ કબીર કી વાણી સત્યનામ કી કહે કહાની

સત્યનામ કી રાહ ચલે જો  2  ઉસને અમર પદ પાયે...

સતગુરુ કબીર કી વાણી .....

સત્યનામ તીન લોક સે ઉચા સત્યલોક સે આયે...2

સતયુગ ત્રેતા દ્વાપર કલિયુગ સબ મે ડંકા બજાય..

સત્યનામ કે દમ સે દુનિયા  2  ટિકિ હુઇ હે સારી....

સતગુરુ કબીર કી વાણી...

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ

જબ જબ યહા કાલપુરુષ ને  2 જુઠા માયા જાલ રચાયા

સત્યલોક સે સત્યપુરુષ કા  ચારો યુગમે પ્રાગટ્ય હુઆ હે

ઉનકે સ્વરો સે ગુંજા 2 સત્યનામ સત પુરુસ  કી વાણી

સતગુરુ કબીર કી વાણી.....

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ

સતગુર કબીર કી વાણી બળી હે કલ્યાણ કરી

હર જિવકો આવાગમન સે હે મૂક્તિ દે ને વાલી

જો જીવ સત્યનામ જપે ગા 2 ઉસ જીવ કી મૂક્તિ હોગી

સતગુર કબીર કી વાણી.

સત્યનામ કી રાહ ચલે જો ઉસને અમર પદ પાયે

સતગુરુ કબીર કી વાણી..

સત્યનામ સત્યનામ સત્યનામ સત્યનામ 

Gujarati Santvani Lyrics Android App Download






Wednesday, April 8, 2020

kaljug ma jati sati santase ne કળજુગમાં જતિ સતી સંતાશે ને

kaljug ma jati sati santase ne


કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં





Wednesday, April 1, 2020

Sant samaagam bhulso na bhai સંત સમાગમ ભૂલશો ના ભાઈ

Sant samaagam bhulso na bhai


સંત સમાગમ ભૂલશો ના ભાઈ
અંત વેળાની છે સાચી સગાઇ
તે માટે સદા સેવો સંતને રે ...

જનમ મરણના દુઃખ દેશે ટાળી
વહેતી વૃત્તિઓ તારી લેશે વાળી
ઉઘાડી આપશે મોક્ષની બારી
તે માટે સદા સેવો સંતને રે...

જીવના રે પારખુ સંત ઝવેરી
ગુણકારી આપશે જ્ઞાનની ગોળી
મૂળ-વાસનાને નાખશે બાળી
તે માટે સદા સેવો સંતને રે...

સંત સોદાગર સત્તના છે બેલી
જ્ઞાન રટણની આપશે થેલી
પ્રેમ-પટારામાં દેજો રે મેલી
તે માટે સદા સેવો સંતને રે...

હરિના કર્યા જીવાં નરકે સિધાવ્યા
સંતે સદ્ બોધ આપી પાછા રે વાળ્યા
કરણી કરાવીને લાવ્યા કિનારે
તે માટે સદા સેવો સંતને રે...

બીજાનું કહી કહી બહાર કાઢી નાખે
હૃદયે રટણ જરા નવ રાખે
રહેણી વિના અંતે ધૂળ જ ફાકે
તે માટે સદા સેવો સંતને રે...

ઉપરના દાંત ગુલાબના ગોટા
ભીતર દાંત લોઢાના છે ખૂંટા
રામ-રાવણના ઝગડા છે ખોટા
તે માટે સદા સેવો સંતને રે...

ચાર વેદની છે ચોરાશી છે પાકી
નવમણ સૂતર ગૂંચાય હું તો થાકી
પાંચમા વેદની મુક્તિ મેં માંગી
તે માટે સદા સેવો સંતને રે...

માણેકદાસ સેવા નવ તજીયે
મુકુન્દ કબીરને નિશદિન ભજીયે
જ્ઞાન-વૈરાગ્યના શણગાર સજીયે
તે માટે સદા સેવો સંતને રે...

Gujarati Santvani Lyrics Android App Download




Tuesday, March 31, 2020

Jagma mota mota chor ji જગમાં મોટા મોટા ચોર જી

Jagma mota mota chor ji


જગમાં મોટા મોટા ચોર જી
                          ઈતો ચોરી કરે ચારેકોર

બ્રહ્માજીએ વાછરૂ ચોરયા
                        એને જબરૂ કિધું જોર
         રાવણ ચોરે સિતાજી ને
                           ઈતો હરખે હરામખોર

સઘર રાયનો અશ્વ ચોરયો
                          તેદી ઈન્દ્રે કરી અંધ ધોળા
           ટીટોડી ના ઈંડા ચોર્યા
                            તેદી સાગર કરતો સોર

સુર્ય દેવતા આખાં જગને ચોરે
                         એનો દેખું નઈ ક્યાંય દોર
            વાલમિક જેવા ચોરી કરતા
                           સાંજ સવાર ને બપોર

જેસલ જગનો ચોરટો
                     એને કોણ કહે કમજોર
             કારીગર ને ચોર કેતા
                      ઓલ્યા વેપારી ચોર ના ચોર

તન ચોરે કોઈ મન ને ચોરે
                         કોઈ ચોરે કલેજા ની કોર
            પુરષોત્તમ કહે નાથ મારો
                        ઓલ્યો મોહન માખણ ચોર

Gujarati Santvani Lyrics Android App Download






Wednesday, March 25, 2020

Pratham samru sadguru tame cho par upkari he ji પ્રથમ સમરું સદગુરૂ દેવા તમે છો પર ઉપકારી રે હે જી

Pratham samru sadguru tame cho par upkari he ji 

પ્રથમ સમરું સદગુરૂ દેવા તમે છો પર ઉપકારી રે હે જી
અખંડ અવિચળ ધામ ના વાસી ,
નામ તણી બલિહારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

અધમ ઓધારણ નામ તમારું અખંડ આનંદકારી રે હે જી
નોંધારાના આધાર ગુરૂ મારા,
ભાવટ ભાગો અમારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

પૂર્વ જનમની પ્રીત બંધાણી શરણે આવ્યો છું તમારી હે જી
જેવો તેવો પણ દાસ તમારો
હવે ના મુકો વિસારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

ભવસાગરમાં ભય ઘણેરો મોટા મોટા ગયા હારી રે હે જી
બાનાની પત રાખો ગુરૂજી મારા,
લાજ ના જાય અમારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

ચૌદલોક સુધી આવાગમન છે નથી ઉગરવાની બારી રે હે જી
બ્રહ્મા વિષ્ણુ શંકર જેવાને,
હરાવી બેઠી એક નારી રે, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

ગુરૂ ખુશાલદાસ દયા કરીને બાળકને લેજો ઉગારી હે જી
દો કર જોડી દાસ કેશવ વિનવે,
ભવસાગરથી લ્યો તારી, મારા સદગુરૂ ભરોસો છે મને ભારી હે જી

Gujarati Santvani Lyrics Android App Download









vandan karia guruji tamne shish namavine વંદન કરીએ ગુરુજી તમને શીષ નમાવીને,


vandan karia guruji tamne shish namavine

વંદન કરીએ ગુરુજી તમને શીષ નમાવીને,
તમને શીષ નમાવી ગુરુજી, તમને શીષ નમાવી ને.. વંદન કરીએ..

આપે પધારી, મારા શોભાવ્યા સહુ ભાવિને ગુરુજી -(૨)
શોભાવ્યા સહુ ભાવિને.. વંદન કરીએ..

સેવક જનને સુખ કરો છો, મનના સઘળા મેલ હરો છો,
જ્ઞાન હૃદયમાં આપ વસો છો, શાંતિ આપો છો,
સૌ ના તાપ સમાવી ને.. વંદન કરીએ..

પુણ્ય અમારા કામ ના લાગ્યા, આપે આવી સંકટ કાપ્યા,
અમે મોહ નિદ્રા થી જાગ્યા, શોભાવો સદગુરુ અમને,
ભક્તિ સાઝ સજાવી ને  ગુરુજી, ભક્તિ સાઝ સજાવીને.. વંદન કરીએ..

હું છું પાપી પામર પ્રાણી, લોભી ને વળી ક્રોધી રે,
ગુરુજી તમે ના થશો વિરોધી, સેવકને ચરણોમાં ગુરૂજી,
લેજો વારી વારીને.. વંદન કરીએ..

સદગુરુ સ્વામી અંતર્યામી, ગરૂડા ગામી છો બહુ નામી,
ગુરુજી તમને કહું શીષ નમાવી,
વારે વારે ગુરુજી દર્શન દેજો આવીને,
દર્શન દેજો આવી ગુરૂજી દર્શન દેજો આવીને.. વંદન કરીએ..

Gujarati Santvani Lyrics Android App Download










Tuesday, March 24, 2020

Guruji daya kari ne vahla avjo ગુરુજી દયા કરી ને વહેલા આવજો,

Guruji daya kari ne vahla avjo




ગુરુજી દયા કરી ને વહેલા આવજો,
દર્શન દેજો દીનદયાળ.. ગુરુજી વહેલા આવજો..

ગુરૂજી તમો વિના નથી ગોઠતું,
શુના મંદિર ખાવા ધાય.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી ગીતા નું જ્ઞાન સુણાવતા,
પાતા અમૃત કેરા પાન.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી તમો વિના મારુ કોઈ નથી,
તમે માતા ને તમે છો પિતા.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી મને પોતાનો તમે જણીયો,
હવે કેમ તરછોડો આ બાળ.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી કામ-ક્રોધ શત્રુ કારમાં,
લોભ લાલચે ગયો લોભાઈ.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી મૃગજળ
પીવાને દોડતો,
હારી થાકીને આવ્યો છું આજ.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી વૃક્ષ વીંટાઈ જેમ વેલડી,
એવા ગુરુજી અમારા મન.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી ભર દરિયે મારી નાવડી,
તેને ઉતારો ભવસાગર પાર.. ગુરુજી વહેલા આવજો..

ગુરુજી દાસ શંકરની વિનંતી,
અમને રાખો સદાય ચરણોમાં.. ગુરુજી વહેલા આવજો..

Gujarati Santvani Lyrics Android App Download




















Aje anand mare aje aanand આજે આનંદ મારે આજે આનંદ,

Aje anand mare aje aanand

આજે આનંદ મારે આજે આનંદ,
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ..

સંતોની શાનમાં, ભક્તિ રસપાન મા,
રહેવું ગુલતાન માં, ગળી જવું જ્ઞાન માં,
મૂકી દે મનના ખોટા રે  ફંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ

સંતોના સંગમાં,રહેવું ઉમંગમાં,
પૂરેપૂરા રંગમાં, ભક્તિના રંગ માં,
છોડી દે જગતના જુઠા રે ફંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ

ભક્તિ છે ભાવની, અંતે છે કામની,
નથી ખોટા દાવની, છે અમરધામની
આઠેય પહોર મારે આનંદ આનંદ..
સદગુરુ પધાર્યા મારે આજે આનંદ

વાતો નથી  નાસની, નથી કોઈ  ત્રાસ ની
ગુરુ ખુશાલ દાસની, આશા કેશવ દાસની
પૂર્ણ કરી પામીએ પામીએ પૂર્ણ આનંદ


Gujarati Santvani Lyrics Android App Download














Monday, March 23, 2020

Saddaguru malya sant sujana સદ્દગુરૂ મળ્યા સંત સુજાણ

Saddaguru malya sant sujana

સદ્દગુરૂ મળ્યા સંત સુજાણ
મારી ટળી ગઇ છે તાણા તાણ ... સદગુરૂ

અનેક યોનિ આથડ્યો અનેક જન્મથી અજાણ રે
જૂઠી વસ્તુને સાચી માની તેની કરાવી જાણ . . . સદગુરૂ

મળ વિક્ષેપને આવરણ થકી બન્યો હું અજ્ઞાન રે
વિવેક, વૈરાગ્ય, ષટ સંપત્તિ થકી સારી કરાવી જાણ . . . સદ્દગુરૂ

બ્રહ્મ સત્ય જગત મિથ્યા એમ વેદ વદે છે પુરાણ
સાચા સદગુરૂ ભેટ્યા વિના કોણ કરાવે ઓળખાણ . . . . સદ્દગુરૂ

સદ્દગુરૂ ખુશાલદાસ મળિયા માર્યા છે શબ્દનાં બાણ
દાસ કેશવ પર દયા કરીને સાચી આપી છે શાન . . . . સદ્દગુરૂ

Gujarati Santvani Lyrics Android App Download








Sunday, March 22, 2020

Harino marag che surano, nahi kayarnu kam jone હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.

Harino marag che surano, nahi kayarnu kam jone

હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને.
પરથમ પહેલું મસ્તક મૂકી, વળતી લેવું નામ જોને.

સુત વિરા દારા શીશ સમરપે, તે પામે રસ પીવા જોને.
સિંધુ મધ્યે મોતી લેવા, માંહી પડયા મરજીવા જોને.

મરણ આગમે તે ભરે મૂઠી, દિલની દુગ્ધા વામે જોને.
તીરે ઊભે જુએ તમાસો, તે કોડી નવ પામે જેને.

પ્રેમ પંથ પાવકની જવાળા, ભાળી પાછા ભાગે જેને.
માંહી પડયા તે મહાસુખ માણે, દેખનહારા દાઝે જોને.

માથા સાટે મોંઘી વસ્તુ, સાંપડવી નહિ સહેલ જોને.
મહા પદ પામ્યા તે મરજીવા, મૂકી મનનો મેલ જોને.

રામઅમલમાં રાતામાતા, પૂરા પ્રેમી જન જેને,
પ્રીતમના સ્વામીની લીલા, તે રજની દિન નીરખે જોને.
Gujarati Santvani Lyrics Android App Download




Mare paate padharo re alamma raja મારે પાટે પધારો રે આલંમ રાજા

Mare paate padharo re alamma raja 


મારે પાટે પધારો રે આલંમ રાજા
મોલે પધરૉ રે આલંમ રાજા
હે લખુ મારા સાયબા લાવૉ કાગળ લાવૉ પેન લખુ મારા સાયબા

તમે ગુણિયલ હોય તો રે કાગળ વાચજો રે
આલંમ રાજા
ધર્યો મારા સાયબા જોગણ વાળો વેશ ધર્યો
જોગણ વાળો વેશ ધર્યો મારા સાયબા

હૈ ધર્યો મારા સાયબા
માલણ વાળો વેશ ધર્યો મારા સાયબા
હૈ થયા મારા સાયબા લીલા ઘોડે અસવાર થયા (ર)
મારા સાયબા 

હૈ બોલ્યા મારા સાયબા બોલ્યા રુપાસતી નાર બોલ્યા મારા સાયબા
એવા ભવ ભવના મેણા રે મારા ભાગંજો રે



Saturday, March 21, 2020

Bhajan ek ram nam nu kariye re ભજન એક રામ નામનું કરીયે રે,

Bhajan ek ram nam nu kariye re



ભજન એક રામ નામનું કરીયે રે,
ભાવેથી ભવસાગર તરીયે રે, ભજન એક…

ભજન છે ભક્તિ કેરુ અંગ (૨)
નવ છોડીયે સાધુ સંતોનો સંગ, ભજન એક…

કે હરિનામ રટતા હરદમ રહીયે (૨)
સદગુરુજી ના સમરણ નીત નીત કરીયે, ભજન એક…

સંસાર ના સુખ સગળા છે વિનાસી (૨)
દુઃખ દર્દ થી છોડાવે અવિનાસી, ભજન એક…

માયાના બંધન થી રે છોડાવે (૨)
કર્મ ના બંધન થી રે છોડાવે
તાપ સુનતાપ પાપ ને ભગાવે, ભજન એક…

ભાવેથી પંડિત હરીગુણ ગાવે (૨)
ગુરૂ રાયમલ ચરણે શીશ નમાવે, ભજન એક…



satsang viman avyu santona manma bhavyu સતસંગ વિમાન આવ્યું સંતોના મનમાં ભાવ્યું

Satsang viman avyu santona manma bhavyu

સતસંગ વિમાન આવ્યું સંતોના મનમાં ભાવ્યું
મારા હરિજન આવોને વિમાન બેસવા

તમે ઝટ તૈયાર થઈ આવો
કોઈના રોકયાના રોકાવો....મારા હરિજન....

તમે આવો વહેલા વહેલા
જઈ બેસો સૌના પહેલા....મારા હરિજન....

આવ્યું સૌને લેવા
ના રહેશો કોઈને કહેવા....મારા હરિજન....

આવો નરનારી
વિમાનની બલિહારી....મારા હરિજન...

સતસંગ સૌને તારે
ના કોઈને પાછા વારે....મારા હરિજન....

પુણ્યવાળા પહેલાચડશે
પાપીઓ પાછા પડશે મારા હરિજન...

એ જાય સૂર સપાટે
કાયરની છાતી ફાટે....મારા હરિજન....

એ જાય એ જાય કેવું
જેમ શીતળ ચંદ્ર જેવું....મારા હરિજન....

ફરતું લાડેકોડે
જમરાજા હાથ જોડે....મારા હરિજન....

પેટમાં પાણીના હાલે
જઈ અમરાપુરમાં મ્હાલે....મારા હરિજન....

ગુરુ કબીર સમજાવે
માણેકદાસને મન ભાવે....મારા હરિજન.


Gujarati Santvani Lyrics Android App Download








Friday, March 20, 2020

Eva sadbhagi kya hoy re એવા સદભાગી કયાં હોય રે,

Eva sadbhagi kya hoy re


એવા સદભાગી કયાં હોય રે,
સંત સમાગમ જેને સાંપડે

જેના દર્શનથી દુઃખ જાય રે,
સંત સમાગમ જેને સાંપડે

અમૃત ઝરતી વાણી ઉચરે,
સતસંગ કરતાં અંતર ઠારે
એમની આંખોમાં પ્રેમ છલકાય રે, સંત સમાગમ…

કામના ને અહંકારને ત્યાગે,
આશા મમતા આવે નહિ અંગે,
એ તો જ્ઞાનગંગામાં નિત્ય ન્હાય રે. સંત સમાગમ…

ચંચળ મનને વારે વારે રોકે,
નિંદા પ્રસંગે કાને ના ધરે,
ને એ તો કડવાં વચન ખમી ખાય રે, સંત સમાગમ…

ને માલ-ખજાનાની પરવા ના રાખે,
પ્રાણ સારે પણ અસત્ય ન બોલે
એ તો દુઃખિયાના દુખડે દૂભાય રે, સંત સમાગમ…

પૂરણ વિચારી પગલાં માંડે,
વિકટ વેળા એ ટેક ના તોડે,
એને ‘પૂંજલ'' નમીને લાગે પાય રે, સંત સમાગમ…
Gujarati Santvani Lyrics Android App Download







Aadi re Aanadi guru mara anubhavi આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી

Aadi re Aanadi guru mara anubhavi

આદિ રે અનાદિ ગુરુ મારા અનુભવી
આજે મારા આંગણિયે આવ્યા
પારખ હોય તો પારખો
વાતો અનાદિની લાવ્યા.... આદિ રે અનાદિ....

ડંકો દીધો રે ઉન દેશમાં
મન મેવાસીને માર્યો
બહાર ભીતર એક ભાવ જો
એ છે દેવાધિ દેવા.... આદિ રે અનાદિ....

ઉતર દિશાથી ગુરુ મારા આવીયા
અમરાપુરના રહેવાશી
જગતની સામે જોતા નથી
એતો નિર્ગુણ નિવાસી.... આદિ રે અનાદિ....

ભાઈ બાના પહેરીને ઘણાં ફરે
એમાં અનુભવી થોડા
સમજ્યા નહિ ગુરુની શાનમાં
જેવા પ્રજાપતિના ઘોડા.... આદિ રે અનાદિ....

રે ભાઈ ગગન મંડળ કેરા ગોખમાં
નિર્ભય નોબતો વાગે
ભાથી રમે રંગ મહોલમાં
ધૂનતો ગગનમાં ગાજે.... આદિ રે અનાદિ....
Gujarati Santvani Lyrics Android App Download




Thursday, March 19, 2020

Bhulyo re man bhamra tu kya bhamyo ભૂલ્યો રે મન ભમરા તું કયાં ભમ્યો,

Bhulyo re man bhamra tu kya bhamyo


ભૂલ્યો રે મન ભમરા તું કયાં ભમ્યો,
ભમ્યો દિવસને રાત
માયાનો બાંધેલો આ પ્રાણીયો
સમજ્યો નહિ શુભ વાત… ભૂલ્યો રે મન ભમરા…

કુંભ રે કાચો કાયા ઝાંઝરી,
જોય ને કરો જતન,
અને રાખો રૂડુ રટણ… ભૂલ્યો રે મન ભમરા…

કોનાં છોરું ને કોનાં વાછરું
કોનાં માને રે બાપ
અંતકાળે જાવું જીવને એકલા
સાથે પૂણ્ય ને પાપ… ભૂલ્યો રે મન ભમરા…

જે ઘેર નોબત વાગતી,
રૂડા છત્રીસ રાગ
ખંડેર થઇને ખાલી પડયા,
કાળા ઉડે છે કાગ… ભૂલ્યો રે મન ભમરા…

જીવની આશા ડુંગર જેવડી,
મરણ પગલાંની હેઠ
મોટા મોટા મરી ચાલિયા,
લાખો લખપતિ શેઠ… ભૂલ્યો રે મન ભમરા…

ઊલટી નદી રે પૂર ઊલટા,
જાવું સામી રે પાળ
આગળ નીર નહિ મળે,
જે જોઇએ તે લેજો સાથ… ભૂલ્યો રે મન ભમરા…

સકર્મે સતવસ્તુ વહોરજો,
ઇશ્વર સમરણ સાથ
કબીર જુહારીને નીકળ્યા,
લેખાં સાહેબને હાથ… ભૂલ્યો રે મન ભમરા…
Gujarati Santvani Lyrics Android App Download






Wednesday, March 18, 2020

Avo to ramras pijia આવો તો રામરસ પીજીએ

Avo to ramras pijia


આવો તો રામરસ પીજીએ
હો ભાગ્યશાળી, આવો તો રામરસ પીજીએ.

તજી દુઃસંગ સત્સંગમાં બેસી,
હરિગુણ ગાઈ લહાવો લીજીએ ... હો ભાગ્યશાળી.

મમતાને મોહજંજાળ જગ કેરી,
ચિત્ત થકી દૂર કરી દીજીએ ... હો ભાગ્યશાળી.

દેવોને દુર્લભ દેહ મળ્યો આ,
તેને સફળ આજ કીજીએ ... હો ભાગ્યશાળી.

રામનામ રીઝીએ, આનંદ લીજીએ,
દુર્જનિયાંથી ન બ્હીજીએ ... હો ભાગ્યશાળી.

મીરાં કહે પ્રભુ ગિરિધરના ગુણ,
હેતે હરિરંગ ભીંજીએ ... હો ભાગ્યશાળી.
Gujarati Santvani Lyrics Android App Download








Akhand var ne vari saaheli અખંડ વરને વરી સાહેલી,

Akhand var ne vari saaheli

અખંડ વરને વરી સાહેલી,
હું તો અખંડ વરને વરી.
ભવસાગરમાં મહાદુઃખ પામી,
લખ ચોરાસી ફરી ... સાહેલી હું.

સંસાર સર્વે ભયંકર કાળો,
તે દેખી થરથરી.
કુટુંબ સહોદર સ્વાર્થી સર્વે,
પ્રપંચને પરહરી ... સાહેલી હું.

જનમ ધરીને સંતાપ વેઠ્યા,
ઘરનો તે ધંધો કરી,
સંતજગતમાં મહાસુખ પામી,
બેઠી ઠેકાણે ઠરી ... સાહેલી હું.

સદ્દગુરુની પૂરણ કૃપાથી,
ભવસાગર હું તરી,
બાઈ મીરાં કહે પ્રભુ ગિરિધર નાગર,
સંતોના ચરણે પડી ... સાહેલી હું
Gujarati Santvani Lyrics Android App Download



Santkrupa thi chute maya, kaaya nirmal thy jone સંતકૃપા થી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને…

Santkrupa thi chute maya, kaaya nirmal thy jone


સંતકૃપા થી છૂટે માયા, કાયા નિર્મળ થાય જોને…
શ્વાસ ઉચ્છવાસે સમરણ કરતાં, પાંચે પાતક જાય જોને…

કેસરી કેરા નાદે નાશ, કોટી કુંજર જુથ જોને…
હીમંત હોય તો પોતે પામે, સઘળી વાતે સુખ જોને…

અગ્નિને ઉઘઇ ના લાગે, મહમણિને મેલ જોને…
અપાર સિંધુ મહાજળ ઊંડા, મર્મિ ને મન સહેલ જોને…

બાજીગર ની બાજી એતો, જંબુરો સૌ જાણે જોને…
હરિની માયા મહાબળવંતી, સંત નજરમાં નાણે જોને…

સંત સેવતાં સુકીત વાધે, સહેજે સિધે કાજ જોને…
પ્રીતમ' ના સ્વામીને ભજતાં, અખંડ આવે રાજ જોને..
Gujarati Santvani Lyrics Android App Download




Tuesday, March 17, 2020

Aaj mari mijmani che raj આજ મારી મિજમાની છે રાજ,

Aaj mari mijmani che raj

આજ મારી મિજમાની છે રાજ,
મારે ઘેર આવના મહારાજ.

ઊંચા સે બાજોઠ ઢળાવું,
અપને હાથ સે ગ્રાસ ભરાવું,
ઠંડા જળ ઝારી ભરી લાવું,
રુચિ રુચિ પાવના મહારાજ. ... આજ મારે ઘેર.

બુહ મેવા પકવાન મીઠાઈ,
શાક છત્તીસે જુગતે બનાઈ,
ઊભી ઊભી ચામર ઢોળું રાજ,
લાગો સુહામણા મહારાજ. ... આજ મારે ઘેર.

ડોડા એલચી લવિંગ સોપારી,
કાથા ચૂના પાન બિચ ડારી,
અપને હાથસે બીડી બનાઉં,
મુખસે ચાવના મહારાજ. ... આજ મારે ઘેર.

મોર મુકુટ પીતાંબર સોહે,
સુરનરિ મુનિજન કૈ મન મોહે,
મીરાં કે પ્રભુ ગિરધરલાલ,
દિલ બીચ ભરના મહારાજ. ... આજ મારે ઘેર.
Gujarati Santvani Lyrics Android App Download




vijaline chamkare motida parovo re panbai વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !

vijaline chamkare motida parovo re panbai 

વીજળીને ચમકારે મોતીડાં પરોવો રે પાનબાઇ !
નહિતર અચાનક અંધારા થાશે જી;
જોત રે જોતાંમાં દિવસો વહી રે ગયા પાનબાઇ !
એકવીસ હજાર છસોને કાળ ખાશે જી … વીજળીને ચમકારે

જાણ્યા રે જેવી આ તો અજાણ છે રે વસ્તુ પાનબાઇ !
અધૂરિયાને નો કે’વાય જી,
ગુપત રસનો આ ખેલ છે અટપટો,
આંટી મેલો તો સમજાય જી … વીજળીને ચમકારે

મન રે મૂકીને તમે આવો રે મેદાનમાં પાનબાઇ !
જાણી લીયો જીવ કેરી જાત જી;
સજાતિ વિજાતિની જુગતિ બતાવું ને,
બીબે પાડી દઉં બીજી ભાત જી … વીજળીને ચમકારે

પિંડ રે બ્રહ્માંડથી પર છે ગુરુ પાનબાઇ !
તેનો રે દેખાડું તમને દેશજી,
ગંગાસતી રે એમ બોલિયાં રે સંતો,
ત્યાં નહિ માયાનો જરીયે લેશ જી … વીજળીને ચમકારે
Gujarati Santvani Lyrics Android App Download








Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...