Wednesday, April 8, 2020

kaljug ma jati sati santase ne કળજુગમાં જતિ સતી સંતાશે ને

kaljug ma jati sati santase ne


કળજુગમાં જતિ સતી સંતાશે ને
કરશે એકાંતમાં વાસ રે,
કુડા ને કપટી ગુરુ ને ચેલા
પરસ્પર નહીં વિશ્વાસ રે ... કળજુગમાં

ગુણી ગુરુ ને ચતુર ચેલો પણ
બેયમાં ચાલશે તાણાવાણ રે,
ગુરુના અવગુણ ગોતવા માંડશે ને
ગાદીના ચાલશે ઘમસાણ રે ... કળજુગમાં

ચેલકો બીજા ચેલા પર મોહશે ને
પોતે ગુરુજી થઈને બેસે રે,
ગુરુની દિક્ષા લઈ શિક્ષા ન માને
જ્ઞાન કે ગમ નહીં લેશ રે ... કળજુગમાં

ચેલો ચેલા કરી કંઠીઓ બાંધશે ને
બોધમાં કરશે બકવાદ રે,
પેટને પોષવા ભીખીને ખાશે ને
પુરુષાર્થમાં પરમાદ રે ... કળજુગમાં

ધનને હરવા છળ કરશે ને
નિતનવા ગોતશે લાગ રે,
આસન ઉથાપી કરશે ઉતારા ને
વિષયમાં એને અનુરાગ રે ... કળજુગમાં

વાદવિવાદ ને ધરમકરમમાં
ચૂકશે નહીં કરતા એ હાણ રે,
ગંગાસતી કહે એવાથી ચેતજો
કલજુગના જાણી પરમાણ રે ... કળજુગમાં





No comments:

Post a Comment

Tadu re khule Guru Gam kunchi vade Part 1 | તાળુ રે ખુલે ગુરુ ગામ કૂંચી વાળે (ભાગ - ૧) | ભજન સંતવાણી

  Tadu re khule Guru Gam kunchi vade  તાળુ રે ખુલે ગુરુગમ કૂંચી વડે પણ ખોલવાની ગમ જો પડે...તાળુ રે...  ગુરુગમ કૂંચી સબમાં એ ઊંચી આતમ ધન જો જ...