સખી સદ્દગુરુ દીન દયાળ, સમરું એક ચિતે રે,
ઓચિંતા નો આવશે કાળ, ઉડી જાઉં અંતે રે...
આ તો પરદેશી પરુંણાલા પ્રાણ, પિંજરિયા માહીં રે,
તેને જાતા નહિ લાગે વાર, સમજ મન માંહી રે...
તું તો જાણે તારા મન માંહી, સરવે મારું રે,
ધોળા દાહ્ડે જઈશ જમ હાથ, એવી સમજણ સારું રે...
તું તો જાતી માયા ને જોઈ, ભરમેં મત ભૂલે રે,
આ તો સ્થાવર જંગમ નાં ફૂલ, ફૂલે ને ઝૂલે રે...
તું તો મૂકી દે માન-ગુમાન, જીવતર માં ભળીએ રે,
ગુરુ મારા ટાળે ત્રિવિધિ નાં તાપ, ચરણ માં વરીએ રે...
આવો રતન પદારથ સાર, આવી તક લાગ્યો રે,
ગંગારામ સમજ ગુરુથી, ભવનો ભય ભાગ્યો રે...
ભવનો ભય ભાગ્યો રે...
Gujarati Santvani Lyrics Android App Download |
No comments:
Post a Comment